ચાલુ આઇપીએલ સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક દુઃસ્વપ્નથી ઓછું રહ્યું નથી. ટીમે અત્યાર સુધી છ મેચ રમી છે, છતાં જીત વિનાનું રહે છે. કેકેઆર આઇપીએલ ૨૦૨૬ માં તેની પહેલી જીત માટે ઉત્સુક છે. કેકેઆર આ સિઝનમાં અત્યાર સુધીમાં પાંચ મેચ હારી ચૂકી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. કેકેઆર આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની ગઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા, ડેક્કન ચાર્જર્સ (૨૦૧૨), દિલ્હી ડેરડેવિલ્સ (૨૦૧૩), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (૨૦૧૯) અને મુંબઈ ઈન્ડિયન્સ(૨૦૨૨) સાથે આવું બન્યું છે. આ સિઝનમાં, કોલકાતા પણ પહેલા છ મેચમાં એક પણ મેચ જીતી શક્યું નથી. નોંધનીય છે કે દરેક સિઝનમાં આ ટીમો સાથે આવું બન્યું છે, તેઓ આઇપીએલ પોઈન્ટ ટેબલમાં તળિયે રહ્યા છે. આ સિઝનમાં દ્ભદ્ભઇ માટે પણ આવું જ હોઈ શકે છે, કારણ કે તેઓ હાલમાં પોઈન્ટ ટેબલમાં તળિયે છે.
આ સિઝનમાં કેકેઆરના પ્રદર્શનની વાત કરીએ તો, તેમની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે હતી, જ્યાં તેઓ ૬ વિકેટથી હારી ગયા હતા. આગામી મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે દ્ભદ્ભઇને ૬૫ રનથી હરાવ્યું. પંજાબ કિંગ્સ સામેની તેમની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ કેકેઆર લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે ૩ વિકેટથી હારી ગયું. સીઝનની તેમની પાંચમી મેચમાં, કેકેઆર સીએસકે સામે ૩૨ રનથી હારી ગયું. ગુજરાત ટાઇટન્સે તેમને ૫ વિકેટથી હરાવ્યા.
કેકેઆર હવે તેમનો આગામી મુકાબલો ૧૯ એપ્રિલ, રવિવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ મુકાબલો ઇડન ગાર્ડન્સ ખાતે બપોરે ૩ઃ૩૦ વાગ્યે રમાશે. કોલકાતાની સિઝનની આઠમી મેચ ૨૬ એપ્રિલે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે થશે. ત્યારબાદ ૩ મેના રોજ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરશે. હવે જાવાનું એ છે કે દ્ભદ્ભઇ કઈ મેચમાં સિઝનની પહેલી જીત મેળવે છે.