ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી હોય અને કોઈ વિવાદ ન થાય તે શક્ય નથી, કારણ કે, આ વિવાદો સામાન્ય થઈ ચૂક્યા છે, ક્યારે ખેલાડીઓની તો ક્યારેક અમ્પાયર વચ્ચે વિવાદ થાય છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી જ મેચ શરુ થતાં વિવાદમાં આવી છે. આ વિવાદ કે.એલ રાહુલ સાથે જોડાયેલો છે. પર્થ ટેસ્ટમાં કે.એલ રાહુલ મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો છે. ઓસ્ટ્રેલિયાએ અપીલ કરી પરંતુ ફીલ્ડ અમ્પાયરે રાહુલને આઉટ કર્યો ન હતો. પરંતુ થર્ડ અમ્પાયરના કહેવા પર તેમણે પોતાનો નિર્ણય બદલવા પર મજબુર થવું પડ્યું હતુ. જેનાથી કે.એલ રાહુલ તો નારાજ થયો હતો ત્યારે ચાહકો પણ ગુસ્સામાં છે.
હવે સવાલ છે કે, કે.એલ રાહુલની વિકેટ પર ધમાલ કેમ મચી છે. તો આવું એટલા માટે થયું કારણ કે, થર્ડ અમ્પાયરે આઉટનો વીડિયો જોયા બાદ ફીલ્ડ અમ્પાયરે નિર્ણય બદલી નાખ્યો.સ્નીકોમીટરમાં એ જાણ થતી ન હતી કે, બોલ પેડ પર લાગ્યો કે બેટ પર.
પર્થમાં થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ કે.એલ રાહુલના ચેહરા પર હાવભાવને સમજી શકાય છે. રાહુલ વિરુદ્ધ આ નિર્ણયની ખુબ ચર્ચા થઈ રહી છે. વસીમ અકરમે તો કોમેન્ટ્રી બોક્સમાં સીધા શબ્દોમાં કહ્યું કે, અમ્પાયરે અંધારામાં તીર ચલાવ્યું છે.
કે.એલ રાહુલે ૭૪ બોલમાં ૨૬ રન બનાવી આઉટ થયો છે. આ ઈનિગ્સ દરમિયાન તેમણે ટેસ્ટમાં પોતાના ૩૦૦૦ રન પણ પૂર્ણ કર્યા છે. કે.એલ રાહુલની વિકેટ પર હવે પૂર્વ ભારતીય ક્રિકેટરો પણ સવાલો ઉઠાવી રહ્યા છે.