આઇપીએલ ૨૦૨૫ માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કેએલ રાહુલે એક નવો રેકોર્ડ બનાવ્યો. તે ટી ૨૦ ક્રિકેટમાં ૮૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટે ૨૪૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ હવે કેએલ રાહુલે ૨૨૪ ઇનિંગ્સમાં ૮૦૦૦ રન પૂરા કરીને વિરાટનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી. આ મેચમાં ૩૩ રન બનાવીને, કેએલ રાહુલે ટી૨૦ ફોર્મેટમાં ૮૦૦૦ રનનો આંકડો પાર કર્યો.
એકંદર આંકડાઓની વાત કરીએ તો, ટી -૨૦ ફોર્મેટમાં સૌથી ઝડપી ૮૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ યુનિવર્સ બોસ ક્રિસ ગેલના નામે છે. તેણે માત્ર ૨૧૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી. આ યાદીમાં પાકિસ્તાનના બાબર આઝમનું નામ બીજા સ્થાને છે. બાબરે ૨૧૮ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે કેએલ રાહુલનું નામ ત્રીજા સ્થાને આવ્યું છે, જેમણે ૨૨૪ ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી (૨૪૩ ઇનિંગ્સ) ચોથા સ્થાને અને મોહમ્મદ રિઝવાન (૨૪૪ ઇનિંગ્સ) પાંચમા સ્થાને છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૮૦૦૦ રન બનાવનાર બેટ્‌સમેન
ક્રિસ ગેઇલ – ૨૧૩ ઇનિંગ્સ
બાબર આઝમ – ૨૧૮ ઇનિંગ્સ
કેએલ રાહુલ – ૨૨૪ ઇનિંગ્સ
વિરાટ કોહલી – ૨૪૩ ઇનિંગ્સ
મોહમ્મદ રિઝવાન – ૨૪૪ ઇનિંગ્સ
ગુજરાત ટાઇટન્સ સામે રમાઈ રહેલી મેચમાં, કેએલ રાહુલે ફાફ ડુ પ્લેસિસ સાથે મળીને ઇનિંગની શરૂઆત કરી. દિલ્હીની આ નવી ઓપનિંગ જાડી આ મેચમાં પોતાની ટીમને સારી શરૂઆત આપી શકી નહીં. રાહુલ અને ફાફે પહેલી વિકેટ માટે ફક્ત ૧૬ રન ઉમેર્યા. દિલ્હીને પહેલો ઝટકો ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો, તે ૧૦ બોલમાં ૫ રન બનાવીને આઉટ થયો. તેના આઉટ થયા પછી, રાહુલે અભિષેક પોરેલ સાથે મળીને ઇનિંગને આગળ ધપાવીતી