કૃષ્ણની દ્વારિકા નગરીમાં સરકાર દ્વારા થોડા સમય પહેલા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતુ. ત્યારે આ ડિમોલિશન થકી દ્વારકામાં રૂપિયા ૩૧૬ કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન ઝુંબેશ ચલાવીને ?૩૧૬ કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવું મહત્વ ધરાવે છે.દ્વારકા ટાઉનમાં વિશ્વ  પ્રસિધ્ધ થી દ્વારકાધીશ મંદિર આવેલુ છે, જે દેશ-વિદેશના કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૧૨ જ્યોર્તિલીંગ પૈકીનું એક જ્યોર્તિલીંગ શ્રી નાગેશ્વર જ્યોર્તિલીંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજી મંદિર જેવા અનેક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. જે દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને યાત્રાર્થે આકર્ષે છે. આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જાડતો સુદર્શન સેતુ અને પાછલા પાંચ વર્ષોથી જેને બ્લ્યુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર મળ્યુ છે એવુ શીવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમજ સરકાર દ્વારા દ્વારકા કોરીડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે.ઔદ્યોગિક દ્રષ્ટિએ દ્વારકા તાલુકામાં તાતા કેમિકલ્સ લી. તેમજ આર.એસ.પી.એલ. લી. જેવા બે મોટા ઔદ્યોગિક ગૃહોના પ્લાન્ટ આવેલા છે. તેમજ અન્ય નાના ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે તેમજ આ ઉપરાંત પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દ્વારકામાં અંદાજે ૨૭૦ જેટલી સંખ્યાની પવનચક્કિ કાર્યરત છે. જે દ્વારકા તાલુકાને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર બનાવે છે.દ્વારકા તાલુકો આશરે ૧૪૦ કિ.મી. જેટલી દરિયા સીમા તેમજ ૦૮ જેટલા નાના મોટા ટાપુ ધરાવે છે. આ ટાપુઓ દરિયાઈ સુરક્ષા તેમજ પર્યાવરણીય દ્રષ્ટિએ ખુબ મહત્વના છે. મોટાભાગના ટાપુઓ પર પાછલા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર મસ્જીદ/મજાર બનાવી ધાર્મિક તેમજ રહેણાંકના બાંધકામ કરેલ છે. સદર ટાપુઓ પર અન્ય ધર્મની વસ્તી ધીરે ધીરે પલાયન થઈ રહી છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભિર બાબત છે.અત્રેનાં તાલુકામાં ઓખા પોર્ટ પણ કાર્યરત છે. જેના કારણે વાર્ષિક ધોરણે ૪૨૫૯ જેટલી ક્રિયાંગ બોટ આંતરાષ્ટ્રિય સીમા સુધી ફિશીંગ માટે પરિવહન કરે છે. અત્રેના તાલુકામાં રાષ્ટ્રિય ધોરણે મહત્વની સંસ્થાના સ્ટેશન આવેલ છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકોને દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે સંવેદનશીલ વિસ્તાર બનાવે છે.દ્વારકા ખાતે કોવિડ પછીના વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના કારણે વિવિધ સરકારી જમીન પર વાણીજયક હેતુથી દબાણમાં વધારો જાવા મળેલ છે. પ્રવાસન પ્રવૃતિને વેગ મળવાને કારણે દ્વારકા તાલુકાની જમીન પણ ખુબ જ કિંમતી બનેલ છે. આથી સરકારી જમીન પરનાં દબાણોને સત્વરે દુર કરવા જરૂરી બન્યા છે. જેથી વિકાસના અન્ય કામો માટે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરી શકાય, વહિવટી દ્રષ્ટિએ અત્રેના તાલુકામાં ૨ નગરપાલિકા દ્વારકા નગરપાલિકા (દ્વારકા ટાઉન વિસ્તાર), ઓખા નગરપાલિકા (ઓખા ટાઉન, આરંભડા, બેટ, સુરજકરાડી વિસ્તાર) નો સમાવેશ થાય છે. આથી વહિવટી તંત્ર દ્વારા બે તબક્કામાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી હતી. તો ક્યાં કેટલી જમીન ખુલ્લી કરાઈ તે જાણીએ. વર્ષ ૨૦૧૦ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. અહી પણ શ્રી દ્વારકાધીશજીનું મંદિર આવેલ છે. જેને કારણે લાખો શ્રધ્ધાળુઓ અત્રેની યાત્રા કરે છે તેમજ ફેબ્રુઆરી-૨૦૨૪ થી સુદર્શન સેતુ દ્વારા ઓખાને બેટ સાથે જોડતા સહેલાણીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જાવા મળે છે. બેટમાં આશરે ૮૦ % વસ્તી મુસ્લિમની છે. બેટ દ્વારકા ધાર્મિક, પર્યાવરણીય તેમજ પ્રવાસન ક્ષેત્રે ખુબ મહત્વ ધરાવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બેટ દ્વારકામાં કુલ ૪૧૪ દબાણો દુર કરેલ છે જેનુ અંદાજે ક્ષેત્રફળ ૧૨૪૯૯૬ ચૌ.મી. થાય છે તેમજ જેની બજાર કિંમત રૂ.૭૬૮૨૯૩૨૫૦ /- થાય છે. દ્વારકા તાલુકાનાં ઓખા પોર્ટ વિસ્તાર આવેલ છે. અહીં ય્સ્મ્, કોસ્ટગાર્ડ, નેવીનાં સ્ટેશન આવેલા છે. ઓખા ટાઉનમાં વહિવટીતંત્ર દ્વારા ઓખામાં ૪૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૭૦૦ ચો.મી. તેમજ બજાર કિંમત રૂ.૧૪૭૦૦૦૦૦/- થાય છે. આરંભડા વર્ષઃ ૨૦૦૬ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. જેના દરિયા કિનારાની સરકારી જમીન પરનું નીચે મુજબનું ધાર્મિક દબાણ દુર કરવામાં આવેલ છે. જેનું અંદાજે ક્ષેત્રફળ ૩૨૦ ચો.મી. થાય છે તથા તેની બજાર કિંમત રૂ.૩૮૪૦૦૦૦/- થાય છે. શ્રી દ્વારકાધીશજી મંદિરને કારણે દ્વારકા ટાઉનમાં વર્ષે ૯૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ યાત્રાએ આવે છે.