અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. લાઠીના કૃષ્ણગઢ ગામની સીમમાં ઓવરસ્પીડમાં આવતી ફોરવ્હીલ ખાળીયામાં ઉતરી જતાં એકનું મોત થયું હતું.
અમરેલીમાં રહેતા જયદીપભાઈ ધીરૂભાઈ ભંડેરીએ જાહેર કર્યા મુજબ, કલ્પેશભાઈ ભાવેશભાઈ ડાભીએ પૂરઝડપે ગોળાઈ કાપવા જતાં કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ખાળીયામાં ખાબકતાં એકનું મોત થયું હતું, જ્યારે અન્યને ઈજા થઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.એ.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.