કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂ.કૃ.યુ. અમરેલી દ્વારા મતિરાળા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી હતી. પ્રો.પૂજા મહેતા દ્વારા ખેડૂતોને
પ્રાકૃતિક ખેતીની ઉપયોગિતા તેમજ ખેડૂત ભાઈઓને પાક સંરક્ષણ તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. પી.જે. પ્રજાપતિ દ્વારા કેવીકેની પ્રવૃત્તિ તેમજ ખેતી ખર્ચમાં ઘટાડા વિશે સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧પર ખેડૂતો તેમજ ૮૦ બહેનોએ ભાગ લીધો હતો.