લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં લાઠી, બાબરા અને દામનગર પંથકના બાકી રહી ગયેલા ગામોનો સમાવેશ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા કમોસમી વરસાદને કારણે લાઠી, બાબરા અને દામનગર પંથકના અનેક ગામોના ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ પેકેજમાં આ પંથકના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે.