બગસરા તાલુકામાં ગયા વર્ષે થયેલા કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાન માટે સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજમાં તાલુકાના બે ગામો, ખીજડીયા અને સનાળીયાનો સમાવેશ ન થતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ બંને ગામના ખેડૂતોએ રોષે ભરાઈને બગસરા મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સહાયની માંગ કરી છે.ખેડૂતો દ્વારા વારંવાર વળતર ચૂકવવાની માંગ કરવામાં આવ્યા બાદ સરકારે રાહત આભાર – નિહારીકા રવિયા પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ બગસરા તાલુકાના ૩૬ ગામોમાંથી માત્ર ૩૪ ગામોને જ તેનો લાભ મળ્યો છે. હકીકતમાં, ખીજડીયા અને સનાળીયા ગામના ખેડૂતોને પણ ભારે નુકસાન થયું હોવા છતાં, તેમને આ પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.આ બાબતે ખીજડીયાના ઉપસરપંચ ઉમેદભાઈ વાળાએ ધારાસભ્ય જે.વી. કાકડીયાને રજૂઆત પણ કરી હતી.









































