કૃષિ મહાવિદ્યાલય ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી-મોટા ભંડારીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-જાળીયાનાં સંયુક્ત ઉપક્રમે પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે કોવીડ-૧૯ સામે તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન અને આરટીપીસીઆર ચકાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ર૯ વિદ્યાર્થીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સાથે કોરોના ગાઈડલાઈનના પાલન અને તકેદારી અંગે વિસ્તૃત જાણકારી આપી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.વી.સી.ગઢિયા અને પ્રો.મયુર કાનાણીએ કર્યું હતું.