કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇ ઠેરઠેર ખેડૂતોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે વડીયામાં પણ કોંગ્રેસ તથા ખેડૂતો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થઇ ફટાકડા ફોડી મોં મીઠા કરાવ્યા હતા. છેલ્લા એક વર્ષથી ખેડૂતો કૃષિ કાનૂનનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આજે સવારે રાષ્ટ્રજાગ પ્રવચન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃષિ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયને ખેડૂતોએ તથા અન્ય પક્ષોએ આવકારી ખેડૂત વિજય દિન મનાવ્યો હતો. વડીયામાં પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઇ શિંગાળા, કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમભાઇ મકાણી, જુનેદ ડોડીયા તથા જસાણીભાઇ સહિતનાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.