વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનાં કાયદાને પાછો ખેંચવાનાં નિર્ણયની પ્રશંસા કરતા કલરાજ મિશ્રાએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવી શકાય છે. અગાઉ સાક્ષી મહારાજે કહ્યું હતું કે બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવે છે. કલરાજ મિશ્રાએ ભદોહીમાં કહ્યું કે, સરકાર ખેડૂતોને કાયદાની સુધારણા વિશે જણાવી શકી નથી. ખેડૂતોનો વિરોધ સતત ચાલુ રહ્યો છે. ત્યારે સરકારે આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે સરકારે સારું પગલું ભર્યું છે.
કલરાજ મિશ્રા ફિલ્મમેકર કૃષ્ણા મિશ્રાની પુત્રીનાં લગ્ન પ્રસંગે તેમના ભદોહી સ્થિત ઘરે પહોંચ્યા હતા. તેમણે વિંધ્યાચલ ધામમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મીડિયા સાથે વાત કરી. બીજી તરફ ઉન્નાવમાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, બિલ આવતા-જતા રહે છે અને બગડતા રહે છે અને ફરી પરત પણ લેવાઇ જોય છે. વડાપ્રધાન મોદી માટે રાષ્ટ્ર પ્રથમ છે, તેથી તેમણે બિલ પાછું ખેંચવાનું કહ્યું. ખેડૂતોની વચ્ચે ઉપદ્રવીઓ દેશવિરોધી પ્રવૃતિઓ કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના ઈરાદા પર પાણી ફેરવી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પાકિસ્તાનનાં વડાપ્રઘાન ઈમરાન ખાનને મોટા ભાઈ કહેવા પર સાક્ષીએ કહ્યું કે જ્યાં મોટા ભાઈ રહે છે, નાના ભાઈ પણ ત્યાં રહે તો સારું.