ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પોતાની ભારત વિરોધી ગતિવિધિઓ છોડી રહ્યું નથી. નવા મામલામાં તેના નેતાઓએ પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશમાં લાગૂ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત બાદ કિસાન નેતાઓને શિયાળી શત્રની શરૂઆતના દિવસે સંસદનો ઘેરાવ કરવાની સાથે તેને દેશ વિરોધી ગતિવિધિઓને અંજામ આપવાની લાલચ પણ આપી છે. સંગઠને ભારતની રાજધાની દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા કિસાન નેતાઓને દેગ-તેગ ફતેહ રેલી કાઢલાનું આહ્વાન કર્યું છે.
આ સંગઠનના લોકો ભારતથી હજારો કિલોમીટર દૂર બેસી આપણા પંજાબને દેશથી અલગ કરવાનું સપનું જાઈ રહ્યાં છે. તે માટે આ લોકો આતંકવાદી જેવી ગતિવિધિઓને અંજામ આપવા માટે દિવસ રાત ષડયંત્ર રચે છે. આ સિલસિલામાં હવે એસએફજેએ ૨૯ નવેમ્બર ૨૦૨૧ના સંસદમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવા માટે ૧૨૫,૦૦૦ અમેરિકી ડોલર એટલે કે આશરે ૧ કરોડ રૂપિયાની લાલચ આપી છે.
જિનેવાથી એક વીડિયો સંદેશમાં જીહ્લત્ન ના કાઉન્સેલર ગુરપતવંત સિંહ પન્નૂએ કહ્યુ- જ્યારે ભગત સિંહે ભારતની આઝાદીના અભિયાન દરમિયાન સંસદ પર બોમ્બ હુમલો કર્યો હતો, તો આપણે તો માત્ર કિસાનો દ્વારા પંજાબની આઝાદી માટે ખાલિસ્તાની ઝંડો ઉઠાવવા માટે કહી રહ્યા છીએ.
શીખ ફોર જસ્ટિસ જૂથની આ કવાયત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર દિવસના ૧૦ ડિસેમ્બરે જિનેવામાં થનાર આયોજન પહેલા પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે કરવામાં આવી રહી છે. તેને લઈને એક વોટિંગ કરાવવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જે પીઆરસીની દેખરેખમાં થશે. મહત્વનું છે કે કંઈક આવું વોટિંગ એસએફજેએ ૩૧ ઓક્ટોબરે લંડનમાં કરાવ્યું હતું, પરંતુ ત્યારે તેનું આયોજન ફ્લોપ રહ્યું હતું. તો બીજીતરફ ભારતમાં કિસાન સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી લાંબા સમયથી ઠપ પડેલી વાતચીતને આગળ વધારતા પહેલા છ શરતો રાખી છે. કિસાનો આ છ મુદ્દા પર ચર્ચા કરવા ઈચ્છે છે, જેમાં તમામ કિસાનો માટે મિનિમમ સપોર્ટ પ્રાઇઝની ગેરંટીનો કાયદો સામેલ છે.