વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કરેલ રાષ્ટ્રજોગ પ્રવચનમાં ૩ કૃષિ કાયદા પરત ખેંચવાનો નિર્ણય કરતા રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે વડાપ્રધાનને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉર્જામંત્રી સાથેની ખાનગી મુલાકાત અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નિવેદનથી ચર્ચામાં આવેલા ધારાસભ્ય ડેર અંગે ચર્ચા કરવાનો લોકોને વધુ એક મુદ્દો મળ્યો છે. ધારાસભ્ય ડેરે વડાપ્રધાનના આ નિર્ણયને આવકાર્યો છે.ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે જણાવ્યું હતું કે, પોતાના નિર્ણય પર સાચી રીતે અડગ રહીએ તો સરકારે ચોક્કસ ન્યાય આપવો પડતો હોય છે. તેમજ પોતાના હકો માટે જાતે જ ગર્જના કરવી પડે છે.