કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલને ૨૦૧૪, ૨૦૧૭ અને ફરી ૨૦૧૯માં પશ્ચિમ યૂપીમાં મોટી જીત મેળવનારી ભાજપની સમસ્યા વધારવાનું કામ કર્યુ હતુ. ત્યારે ફરી સમીકરણો બદલાયા છે. પશ્ચિમ યૂપીમાં ભાજપ એક વાર ફરી આક્રમક થઈને પ્રચાર કરી શકે છે.
પંજોબના અનેક શહેરોમાં એવી ઘટનાઓ જોવા મળી રહી છે જ્યાં ભાજપના નેતાને ખેડૂત આંદોલનકારીઓને બંધક બનાવી લીધા અને પોલીસ ફોર્સની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા. વાતાવરણ ભાજપની સામે એટલું ખરાબ હતુ કે કોંગ્રેસ છોડનારા કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે ન જોડાયા બલ્કે અલગ પાર્ટી બનાવી. એટલુ જ નહીં અકાલી દળે પણ આ મુદ્દા પર ભાજપનો સાથ છોડ્યો હતો. તેવામાં હવે કૃષિ કાયદાને પાછો લીધા બાદ માહોલ સંપૂર્ણ રીતે અલગ થઈ ગયો છે. અને નવા સમીકરણો બનેલા છે. સંપૂર્ણ શક્યતા છે કે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપની સાથે મળીને ચૂંટણી લડશે. આ ઉપરાંત અકાળી દળની સાથે પણ આવી શકે છે. જો એવું થયું તો ચૂંટણીની પહેલા કોંગ્રેસને ઝટકો લાગી શકે છે.
હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારને પણ ગત થોડક મહિનામાં મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યો હતો. ભાજપ નેતાનો વિરોધ ત્યાં સુધી હતો કે તેમના કાફલા પર હુમલો કરી રહ્યા હતા અને ગામમાં એન્ટ્રી પ્રતિબંધિત કરી હતી. ભલે નવા કૃષિ કાયદો કેન્દ્ર સરકાર લાવી હતી. પરંતુ ગુસ્સો ખટ્ટર સરકાર પણ સહી રહી હતી. તેવામાં હવે કાયદો પાછો લીધા બાદ ખટ્ટર સરકારને મદદ મળશે. સહયોગી દળ જનનાયક જનતા પાર્ટીના નેતા પણ ભાજપાની સાથે લઈને ચિંતિત હતા. કેમ કે આનો મોટો જનાધાર જોટોની વચ્ચે જ હતો. જેને કૃષક સમુદાય માનવામાં આવે છે. તેવામાં હવે ભાજપ હરિયાણામાં પોતાની રીતે ફરી મજબૂત કરવાની સ્થિતિમાં હશે. આ ઉપરાંત સહયોગી દળો પર નિશાન સાધી શકશે.