કૃષિમંત્રી રાઘવજી પટેલે દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓને દિવાળીની
દિવાળીના પર્વ નિમિત્તે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યો- મહેશભાઇ કસવાલા, જે.વી. કાકડિયા સહિતના નેતાઓએ અમરેલીમાં ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઉપલબ્ધ વિવિધ સુવિધાની માહિતી મેળવી હતી. તેમણે દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.