કૃતિ સેનન અને કાજાલ સ્ટારર ફિલ્મ ‘દો પત્તી’ નેટફલીક્સ પર રિલીઝ થઈ છે. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે, જેને દર્શક ખૂબ પસંદ કરી રહ્યાં છે. શાહિર શેખે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ હાલમાં આ ફિલ્મ કેટલાક વિવાદોનો સામનો કરી રહી છે.
હકીકતમાં, મેકર્સ પર ફિલ્મના એક ગીતને લઈને ચોરીનો આરોપ છે.ટી સીરીજ ભારતના સૌથી મોટા મ્યુઝિક લેબલોમાંની એક છે, જે હાલમાં વિવાદોમાં આવી છે. સંગીતકાર નિલાંજના ઘોષ દસ્તીદારે ટી-સિરીઝ અને મ્યુઝિક ડાયરેક્ટર સચેત-પરંપરા પર તેમના પતિ રાજર્ષિ મિત્તરના ગીત માટેનો ટ્રેક ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. દસ્તીદારે પોતાનો ગુસ્સો કાઢવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેમણે આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી અને પુરાવા તરીકે મિત્તરના ઓરિજિનલ ટ્રેકની લિંક પણ શેર કરી છે.
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દસ્તીદારે લોકોને ટી-સીરીઝ, સચેત ટંડન અને પરંપરા ઠાકુરને રિપોર્ટ કરવા કહ્યું છે. તેણીની પોસ્ટમાં તેણીએ લખ્યું, “આ લોકોએ સ્પષ્ટપણે અને પરવાનગી વિના અથવા કોઈપણ કાનૂની કાર્યવાહી વિના મારા પતિ ના ટ્રેકનો ઉપયોગ તેમના સસ્તા બોલિવૂડ મૂવી ગીત ‘મૈયા’ (‘દો પત્તી’)માં કર્યો છે. ‘ચોરી તેના ચરમ પર છે!’ “કાયર! તમને આની સજા થશે! હું મારા બધા સાથી સંગીતકાર અને કલાકાર મિત્રોને કહીશ કે આ મ્યુઝિક ડાયરેક્ટર અને આખી જાકર ટી-સિરીઝ મ્યુઝિક કંપનીને શરમાવે એવું કરીશ! તમારી હિંમત કેવી રીતે થઈ!
આ પોસ્ટમાં તેણે સીધા જ સંગીતકાર સચેત ટંડનને બેશરમ અને ચોર કહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ‘દો પત્તી’ના ગીત પર ચોરીનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પાકિસ્તાની અભિનેતા અદનાન સિદ્દીકીએ તેના બીજા ગીત ‘આંખિયા દે કોલ’ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે આ ગીતને ખરાબ ગણાવ્યું હતું.
પાકિસ્તાની અભિનેતાને આ ગીતથી સમસ્યા એ છે કે, તે મૂળ પાકિસ્તાની લોક ગીત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગીત પાકિસ્તાની લિજેન્ડ રેશ્માએ ગાયું છે, જેને કૃતિની ફિલ્મમાં રિમેક કરવામાં આવ્યું છે.