હોંગકોંગ સિક્સેસ ૨૦૨૬ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમાર મૂળ ટીમનું નેતૃત્વ કરવાના હતા, પરંતુ હવે તેમને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કારણે, તે આ સિઝનમાં રમી શકશે નહીં. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટુર્નામેન્ટ માટે ભુવનેશ્વર કુમારના સ્થાને ખેલાડીની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સના ૩૪ વર્ષીય ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ ૨૨ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જે ૩૦ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટ સાથે ટકરાશે. પરિણામે, ભુવનેશ્વર કુમારને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી છે. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને ભારતીય ટીમમાં તેમના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે, જે ૩૦ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી રમાશે.
કેપ્ટન બન્યા પછી, આરસીબીના સ્ટાર ખેલાડી કૃણાલ પંડ્યાએ આ માહિતી શેર કરવા માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. તેણે ચાહકોને હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટમાં ટીમ ઇÂન્ડયાને ટેકો અને પ્રોત્સાહન આપવા અપીલ કરી. નોંધનીય છે કે કૃણાલે છ આઈપીએલ મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં ત્રણ જીતી છે અને બે હાર્યા છે.
૨૦૨૫ ની હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ ભારત માટે વિનાશકારી રહી હતી. તે સમયે, રોબિન ઉથપ્પા અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ ધરાવતી અમારી ટીમ ગ્રુપ સ્ટેજમાં કુવૈતની નબળી ટીમ સામે હારી ગઈ હતી. ત્યારબાદ ભારતને બાકીની મેચોમાં નેપાળ, યુએઈ અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, અને તે છેલ્લા સ્થાને રહ્યું હતું, જ્યારે આપણા પડોશી દેશ પાકિસ્તાને ટાઇટલ જીત્યું હતું. આ જ કારણ છે કે મ્ઝ્રઝ્રૈં એ અનુભવી ખેલાડીઓને ફોર્મમાં રહેલા સ્થાનિક અને આઇપીએલખેલાડીઓ સાથે બદલી નાખ્યા છે, જેઓ પહેલીવાર આ ટુર્નામેન્ટમાં રમશે. આ વખતે, ટીમ ઇન્ડિયા ખેલાડીઓ ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. હોંગકોંગ સિક્સીસ માટે ભારતની અપડેટેડ ટીમઃ કૃણાલ પંડ્યા (કેપ્ટન), નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શશાંક સિંહ, રાહુલ તેવતિયા, ટી. નટરાજન અને કુલવંત ખેજરોલિયા