(એ.આર.એલ),લખનૌ,તા.૧૦
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બે ડાન્સર પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. અહીં, રામકોલા વિસ્તારના ગોબર્હી ચારરસ્તા પર, છ બદમાશોએ રવિવારે મધરાતે બે ડાન્સરનું અપહરણ કર્યું હતું. આ પછી તેઓએ તેની સાથે ગેંગરેપ કર્યો. પોલીસે આ કેસમાં તમામ બદમાશોની ધરપકડ કરી લીધી છે.ડાન્સર્સના નિવેદનના આધારે પોલીસે ગેંગરેપ, હત્યાનો પ્રયાસ અને અપહરણની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એસપી સંતોષ કુમાર મિશ્રાએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ ૧૨ વાગ્યે, હથિયારોથી સજ્જ બે લક્ઝરી વાહનોમાં મુસાફરી કરી રહેલા ૬ બદમાશો ગોબરી ચોક પર પહોંચ્યા. તેઓ ત્યાં ભાડે રહેતી બે ડાન્સરને બળજબરીથી ખેંચીને કારમાં બેસાડ્યા હતા. આ દરમિયાન બદમાશોએ ભય ફેલાવવા માટે ગોળીબાર કર્યો હતો.
બદમાશોએ બંને ડાન્સરનું અપહરણ કર્યું અને કપટનગંજ સોહનીના રહેવાસી અજીત સિંહના ઘરે લઈ ગયા. આ પછી ડાન્સર્સ સાથે ત્યાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. કેસની માહિતી મળ્યા બાદ એસએસપીએ એએસપી અભિનવ ત્યાગી અને રિતેશ કુમાર સિંહના નેતૃત્વમાં એક ટીમ બનાવી અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી. જિલ્લામાં બેરીકેટ લગાવીને ચેકીંગ શરૂ કરાયું હતું. બે કલાકમાં બંને લક્ઝુરિયસ વાહનો ઝડપાઈ ગયા હતા અને ડાન્સરો સલામત રીતે બહાર આવ્યા હતા. તમામ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન બે બદમાશોએ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. હાલ તેની હોસ્પટલમાં સારવાર ચાલી રહી છે.પોલીસે આ કેસમાં ગોરખપુરના રહેવાસી અર્થક સિંહ, ઢુંગિયા ગેટના રહેવાસી ડા. વિવેક સેઠ, નારાયણ નગરના રહેવાસી ક્રિશ તિવારી, ગોરખપુરના રહેવાસી આસ્વાન સિંહ, નાગેન્દ્ર યાદવ દેવરિયા અને કુશીનગરના રહેવાસી અજીત સિંહની ધરપકડ કરી છે.