ચૂંટણીના પરિણામોમાં પાટીદારોનું પ્રભુત્વ સામે આવ્યું. ૪૫ બેઠકો પર પાટીદાર ઉમેદવારો જીત્યા છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપમાંથી એકીસાથે ૪૦ પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં. ભાજપે ૪૬ ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જે પૈકી ૬ ઉમેદવારોને બાદ કરતા ૪૧૦ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો.
કોંગ્રેસના ૩ પાટીદાર ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના ૨ પાટીદાર ઉમેદવારો વિજયી બન્યાં છે. રાજ્યની ૨૫ બેઠકો એવી હતી, જેમાં ભાજપ-કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી.
વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે ભાજપના ૪૦ પાટીદાર ઉમેદવારો વિજયી થયા,ભાજપે ૪૬ પાટીદારોને આપી હતી ટિકિટ,કોંગ્રેસના ૩ પાટીદાર ઉમેદવારોની જીત,આપના ૨ પાટીદાર ઉમેદવારો વિજયી થયા છે ૨૫ બેઠકો પર હતી પાટીદારો વચ્ચે સીધી ટક્કર હતી
આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપઁના મળીને ૧૩૫ પાટીદાર ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી માત્ર ૪૫ પાટીદારની જીત થઈ છે. પક્ષ પ્રમાણે જૉઈએ તો ભાજપના ૪૬ પાટીદાર ઉમેદવારોમાંથી ૪૦ જીત્યા છે, જ્યારે કોંગ્રેસના ૩૮ પાટીદારમાંથી માત્ર ૩ પાટીદાર ઉમેદવારોની જીત થઈ છે.  સૌથી વધારે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. છછઁના ૫૧ પાટીદાર ઉમેદવારોમાંથી માત્ર બે જ ઉમેદવારોની જીત થઈ છે. એટલે ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ૧૩૫માંથી ૯૦ પાટીદાર ઉમેદવારો હારી ગયા છે.
આવી જ રીતે ગુજરાતની ચૂંટણીમાં આદિવાસી મતો પણ નિર્ણાયક સાબિત થતા હોય છે. અને, આ વખતની ચૂંટણીમાં પણ આદિવાસી મતબેંક નિર્ણાયક સાબિત થઇ છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે આરક્ષિત ૨૭ બેઠકો છે. આ ૨૭ સીટ પર ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ભાજપ-કોંગ્રેસ-આપ એમ ત્રણેય પક્ષોના મળીને ૮૧ આદિવાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી ભાજપના ૨૭માંથી ૨૩ આદિવાસી ઉમેદવારોની જીત થઇ છે. ભાજપના ૦૪ આદિવાસી ઉમેદવારો હાર્યા છે. કોંગ્રેસના ૨૪ આદિવાસી ઉમેદવારો હાર્યા છે. અને, કોંગ્રેસના ૦૩ આદિવાસી ઉમેદવારો જીત્યા છે. અને આમ આદમી પાર્ટીના ૨૭માંથી માત્ર એક ઉમેદવાર જ વિજયી બન્યા છે. બાકીના આપ પક્ષના ૨૬ આદિવાસી ઉમેદવારો હાર્યા છે. નોંધનીય છેકે કોંગ્રેસનું હંમેશા ૧૫ આદિવાસી બેઠકો પર પ્રભુત્વ રહ્યું છે. જેમાંથી હવે માત્ર ૦૩ જ આદિવાસી બેઠકો કોંગ્રેસ પાસે અકબંધ રહી છે.