પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તેજિન્દર પાલ બગ્ગાની ધરપકડ પર કુમાર વિશ્વાસે પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધ્યું છે. કુમાર વિશ્વાસે પંજાબના સીએમ ભગવંત માનને પંજાબના લોકોના ટેક્સમાંથી મળેલા પૈસાનો દુરુપયોગ ન કરવા સૂચના આપી છે. કુમાર વિશ્વાસનું કહેવું છે કે, ભગવંત માનને તેમની પાઘડીનું સન્માન કરવું જાઈએ.
કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને તેજિંદર પાલ બગ્ગાની ધરપકડ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “પ્રિય નાના ભાઈ ખુદ્દાર પંજાબ, ૩૦૦ વર્ષમાં ક્યારેય દિલ્હીના કોઈ અસુરક્ષિત સરમુખત્યારને તેની શક્તિ સાથે રમવા ન દે. પંજાબે તાજ તારી પાઘડીને સોંપ્યો છે કોઈ વામન દુર્યોધનને નહીં. પંજાબના લોકો અને તેમની પોલીસના ટેક્સના પૈસાનું અપમાન ન કરો.
જણાવી દઈએ કે, શુક્રવારે પંજાબ પોલીસના જવાનો દિલ્હીમાં બીજેપી પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાના ઘરે પહોંચ્યા હતા. આ પછી તેજિંદર પાલ બગ્ગાની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ પણ પંજાબ પોલીસના નિશાના પર છે. ગયા મહિને કુમાર વિશ્વાસ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ખોટા નિવેદનો કરવા બદલ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. પરંતુ કુમાર વિશ્વાસને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કુમાર વિશ્વાસની ધરપકડ પર રોક લગાવી દીધી છે.