વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં ટ્રાન્સજેન્ડર કુક્કૂનો રોલ કરીને પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ કુબ્રા સૈતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કુબ્રા સૈત આ અંડરવોટર ફોટોશૂટમાં બિકીનીમાં નજરે પડી રહી છે અને તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. કુબ્રા સૈત આ અંડરવોટર ફોટોશૂટમાં અનેક રિવીલિંગ ડ્રેસીસ સિવાય બિકીનીમાં પણ નજરે પડી રહી છે. કુબ્રા સૈતની આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં કુબ્રા સૈત બિકીનીમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. આમ તો કુબ્રા સૈતે અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યુ છે, પરંતુ તને સાચી ઓળખ સેક્રેડ ગેમ્સમાં કુક્કૂના રોલથી મળી હતી. આ સિરીઝમાં કુબ્રા સૈતે નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ઈન્ટીમેટ સીન પણ આપ્યા હતા. કુબ્રા સૈતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નવાઝુદ્દીન સાથે ઈન્ટીમેટ સીન અનુરાગ કશ્યપે સાત વાર શૂટ કર્યો હતો. જ્યારે છેલ્લે સીન શૂટ થયો તો એ પછી કુબ્રા ખૂબ જ રડી હતી. કુબ્રા સૈતે રેડી, જાડી બ્રેકર્સ, આઈ લવ યૂ ન્યૂયોર્ક, સુલ્તાન, ગલી બોય, જવાની જાનેમન અને ડોલી કિટ્ટી તથા વો ચમકતે સિતારે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. સેક્રેડ ગેમ્સ સિવાય કુબ્રા સૈતે ગોઈંગ વાયરલ પ્રાઈવેટ લિમિટેડ, ફોરપ્લે, ટીવીએફ ટ્રિપલિંગ, રીજેક્ટ એક્સ, ધ વર્ડિક્ટ-સ્ટેટ વર્સીસ નાણાવટી, ઈલ્લીગલ અને વકાલત ફ્રોમ હોમ જેવી પ્રખ્યાત વેબ સિરીઝમાં કામ કર્યુ છે. તેણે આ વેબ સિરિઝમાં કામ કરીને પોતાની પ્રતિભા રજૂ કરી હતી. અનોખા અંદાજમાં અભિનય કરીને તેણે દર્શકોનું દિલ જીત્યુ હતું. જા કે, સેક્રેડ ગેમ્સ વેબ સિરીઝ તેના માટે મહત્વની સાબિત થઈ અને આમાં રોલ કર્યા પછી તે પ્રખ્યાત થઈ હતી.