આજે મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ કુબેરનગરની પુનઃ મતગણતરી કરવામાં આવી હતી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ એ થયેલી મતગણતરી બાદ એક વિવાદ થયો હતો. જેમાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જોહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. તો વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું, જેને લઈ જગદીશભાઈ કોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને આજે પુનઃ મતગણતરી થઈ હતી
જેમાં આખરે ૧૦ રાઉન્ડના અંતે કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરી પૂર્ણ થઈ અને અગાઉના પરિણામમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી. કુબેરનગર વોર્ડના ઉમેદવાર જગદીશ મોહનાનીએ જણાવ્યું હતું કે, આજનું પરીણામ અગાઉની જેમ જ યથાવત રહ્યું છે. મતમાં કોઈ ફેરફાર થયો નથી. મારો પ્રશ્ન એ છે કે ૨ મહિલાને અનામત બેઠક મળી ગઈ, તો પછી પુરુષ સામાન્ય બેઠક ઉપર ત્રીજી મહિલાને વિજયી કેમ જોહેર કરાઈ ? પરિણામ સાથે હું સંમત છું, પરંતુ અમે હજીપણ આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરીશું.
બીજી બાજુ કુબેરનગર વોર્ડના વિજયી ઉમેદવાર ગીતાબા ચાવડાએ જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે, ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ હંમેશા કોઇને કોઈ પ્રકારે વિવાદ ઉભો કરે છે. આજના પરિણામથી સત્યનો વિજય થયો છે. જે તે સમયે રિટ‹નગ અધિકારીની સામાન્ય માનવીય ભૂલ હતી, કોઇ ગેરરીતિ હતી નહિ.
ચૂંટણી અધિકારી વી એમ ઠક્કરે જણાવ્યું હતું કે, અગાઉના પરિણામમાં કોઇ જ બદલાવ નથી. માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. ગીતાબા ચાવડા જ વિજયી જોહેર કરાયા છે.