ધારીના કુબડા ગામે રહેતી એક યુવતીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે રેખાબેન રમણીકભાઈ તળાવીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી વૈષ્ણીબેન રમણીકભાઈ તળાવીયા (ઉ.વ.૨૦) ૧૬/૦૯/૨૪ના રોજ સવારમાં ઉઠી તે વખતે પેટમાં દુઃખતું હતું અને ત્યારબાદ જાહેરકરનાર સવારમાં આશરે આઠેક વાગ્યે સાફ-સફાઇ કરવા સારૂ ગામમાં ગયા હતા.
જે બાદ આશરે દસેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે મરણજનાર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી.સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે. ધારીના ગીગાસણ ગામે રહેતી એક યુવતીએ શરદી-તાવની દવાને બદલે ભૂલથી એસિડની બોટલમાંથી બે ઢાંકાણા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.