કુપોષણ અટકાવવાના ઉપાયો
• આહારને પોષકતત્વોથી સઘન બનાવી સૂક્ષ્મ પોષકતત્વો મેળવી શકાય.
• કુપોષણથી પીડાતા બાળકો અને માતાઓના આરોગ્યમાં સુધારો થાય તે માટે વિવિધ યોજનાઓ ચલાવી શકાય.
• પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાન્હભોજનમાં તિથી ભોજનના પ્રયોગ દ્વારા વિવિધ પોષકતત્વો ધરાવતો સમતોલ આહાર પૂરો પાડી શકાય.
• હવે તો બાળકો માટે મીઠી ગોળીઓ પણ બનાવવામાં આવી છે જેમાંથી બાળકોને જરૂરી પોષકતત્વો મળી રહે.
• આધુનિક કૃષિ ટેકનોલોજીનો નાનામાં નાનાં ખેડૂતોને પણ લાભ મળે જેથી કૃષિ ઉત્પાદન વધે અને વધુ પોષકતત્વોવાળો ખોરાક પૂરતાં પ્રમાણમાં મળી શકે.
• માતાને પોષણ શેમાંથી મળે તે અંગે જ્ઞાન આપો.
• સગર્ભાવસ્થામાં સ્ત્રીએ તમાકુ ખાવી નહિ તથા અન્ય કોઈ પણ વ્યસન કરવા નહિં.
• બાળકના જ્ન્મ બાદ માતાનું દૂધ આપવું – બાળક ભૂખ્યું રહેતું હોય તો અન્ય દૂધ પણ આપવું.
• બાળક જેમ જેમ મોટું થાય તેમ તેની ખોરાકની જરૂરીયાત પૂરી થવી જોઈએ.
દૈનિક આહારમાં ઘટકોની જરૂરિયાત(ગ્રામ) (બાળકો- ૧થી ૧૨ વર્ષ)
ક્રમ ખોરાકના ઘટકો નાનાં બાળક છોકરો છોકરી
૧-૩ વર્ષ ૪-૬ વર્ષ ૧૧-૧૨ વર્ષ ૧૦-૧૨ વર્ષ
૧ ધાન્ય ૧૭૫ ૨૭૦ ૪૨૦ ૩૮૦
૨ કઠોળ ૩૫ ૩૫ ૪૫ ૪૫
૩ પાંદડાંવાળા શાક ૪૦ ૪૦ ૫૦ ૫૦
૪ અન્ય શાક ૨૦ ૩૦ ૫૦ ૫૦
૫ કંદ ૧૦ ૨૦ ૩૦ ૩૦
૬ દૂધ ૩૦૦ ૨૫૦ ૨૫૦ ૨૫૦
૭ તેલ- ચરબી ૧૫ ૨૫ ૪૦ ૩૫
૮ ગોળ, ખાંડ ૩૦ ૪૦ ૪૫ ૪૫