તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના હેલિકોપ્ટરના ક્રેશ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ દુર્ઘટનાનું કારણ શું છે. પરંતુ, હવે આ અકસ્માતનું કારણ સામે આવી શકે છે. સ્થળ પરથી બ્લજો બોક્સ મળી આવ્યું છે. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત, બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા,તેમની સાથે ૧૩ લોકોના પણ મોત થયા હતા. તેમાં કુલ ૧૪ લોકો સવાર હતા.
અગાઉ એરફોર્સ ચીફ વી.આર. ચૌધરીએ તમિલનાડુના ડીજીપી સી. શૈલેન્દ્ર બાબુ સાથે ગુરુવારે સવારે કુન્નુરમાં સ્થળની મુલાકાત લીધી હતી. અહીં રક્ષા મંત્રી રાજનાથ સિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના મોત પર અને સંસદના બંને ગૃહોમાં નિવેદન આપશે.
ઉલ્લેખનીય છે કે બ્લેક બોક્સ એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ, જેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ફ્લાઇટ વિશે ૮૮ મહત્વપૂર્ણ પરિમાણો રેકોર્ડ કરે છે. એરસ્પીડ સહિત અનેક બાબતો રેકોર્ડ કરે છે. , ઊંચાઈ, કોકપિટ ક્રિયાપ્રતિક્રિયા અને અન્ય વચ્ચે હવાનું દબાણ. જ્યારે અકસ્માત થાય છે, ત્યારે અકસ્માતનું સાચુ કારણ બ્લેક બોક્સથી જોણી શકાય છ.