જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા હવામાનની જરૂરી અપડેટ આપતી MAUSM’, DAMIN’, MEGDOOT AGRO’ અને PUBLIC OBSERVATION APP’ ડાઉનલોડ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનોની મદદથી આપને તાજેતરના હવામાનના અપડેટ્સ, ચેતવણી અને સલાહો પ્રાપ્ત થાય છે, જેથી આપની અને આપના પરિવારની સલામતી સુનિશ્ચિત કરી શકાશે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત MEUSAMAPP’, ‘DAMINI APP’, ‘MEGDOOT AGRO APP’ અને ’ PUBLIC OBSERVATONAPPજેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગ (IMD) તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા MOUSAM મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.