એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ અહીં એક કાર્યક્રમને સંબોધન કરતા ધર્મનિરપેક્ષતાને લઇ ખુબ કાંઇ કહ્યું.જેમાં તેમણે મુસલમાનોને રાજનીતિક ધર્મનિરપેક્ષતાથી દુર રહેવા પણ કહ્યું આ સાથે જ તેમણે મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારની પણ ભારે ટીકા કરી હતી. એટલું જ નહીં પોતાન કાર્યક્રમ દરમિયાન તેમણે કુંવારા યુવકોને લઇ એવું નિવેદન આપ્યું કે જે સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યું છે.
અહીં પોતાના કાર્યક્રમમાં યુવાનોમાં જાશ ભરતા ઓવૈસીએ કહ્યું કે લગ્ન કરશોને,બેચલર (કુંવારા) રહેશો નહીં,બેચલર ખુબ પરેશાન કરી રહ્યાં છે,ધરમાં પત્ની રહે તો આદમીનું મગજ પણ શાંત રહે છે.હકીકતમાં ઓવૈસી મુસ્લિમ યુવાનોને એ પુછી રહ્યાં હતાં કે શું તેઓ પોતાના બાળકોને અભણ અને ગરીબ જ રાખવા ઇચ્છે છે.તેમણે કહ્યું કે જે યુવાન હાલ ૧૮-૧૯ વર્ષના છે તાકિદે તેમના લગ્ન થશે તેમને બાળકો થશે તેની આગળ ઐવેસીએ યુવાનોને પુછયું કે લગ્ન કરશોને.શું તમે ઇચ્છો છો કે તમારા બાળકોને તેમનો અધિકાર ન મળે.
એઆઇએમઆઇએમના અધ્યક્ષે કાર્યક્રમને સંબોધિત કરતા પુછયું કે બતવો ધર્મનિરપેક્ષતાથી મુસલમાનોને શું મળ્યું,આપણને નોકરી અને શિક્ષણમાં અનામત મળ્યું નથી,નિર્ણય લેવામાં આપણી ભાગીદારી ન હતી.ધર્મનિરપેક્ષતા શબ્દે મુસલમાનોને નુકસાન પહોંચાડયું છે.