બોટાદ જિલ્લાના કુંડળ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થક્ષેત્ર દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૫ના રોજ સંસ્થાપક પ.પૂ. ગુરુવર્ય શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામીજીની આજ્ઞાથી તેમના અનુગામી પૂજય શ્રી ઈશ્વરચરણદાસ સ્વામીજીનાં હસ્તે રૂ. ૧૧ લાખના અનુદાનનો ચેક ટીંબીની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં વહીવટીકર્તા ટ્રસ્ટી બી.એલ. રાજપરાને અર્પણ કરેલ છે. આ તકે બી.એલ. રાજપરા દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા બ્ર.પ.પૂ. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવન ચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને ૫.પૂ. જ્ઞાનજીવનદાસ સ્વામીજીની ભાવવંદના કરવામાં આવી હતી.









































