રાજુલાના કુંડલીયાળા ગામે રહેતી એક મહિલાના પતિ તથા સસરાને શેઢા પાડોશી સાથે માથાકૂટ થઈ હતી. જેનું મનદુઃખ રાખી મહિલાને ગાળો આપી, ઝાપટ મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે હર્ષાબેન પ્રફુલભાઈ બારૈયા (ઉ.વ.૨૭)એ ડાયાભાઈ માધાભાઈ હડીયા તથા રમેશભાઈ માધાભાઈ હડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિ તથા સસરા તેમની વાડીએ રાત વાહુ ગયા હતા. ત્યાં તેમના શેઢા પાડોશી/આરોપીએ તેના પતિ તથા સસરા સાથે વાડીના રસ્તા બાબતે બોલાચાલી કરી હતી. બીજા દિવસે સવારે તેઓ તથા તેના પતિ વાડીએ ઘાસ કાપવા ગયા હતા તે વખતે બન્ને આરોપીઓ આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી તેમને બે ઝાપટ મારી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.