મોટી કુંકાવાવ પીજીવીસીએલ કચેરી ખાતે એપ્રેન્ટીસના તાલીમાર્થીઓ- ભાર્ગવ એમ. ગોંડલિયા, કેયુર વી. પીઠડીયા,પૃથ્વિરાજ ટી. વાળા, ભુપેન્દ્ર એચ. રાઠોડ, આનંદ પી. પરમાર, પ્રતીક એચ. જસાણીને એપ્રેન્ટીસનું વર્ષ પૂર્ણ થતાં તેમને રીલીવ કરવામાં આવ્યા હતા. આ તાલીમાર્થીઓએ પણ પોતાની કચેરીમાં સ્મૃતિ સ્વરૂપ છબી અર્પણ કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી એન્જી. ડી.પી. દેસાઈ, જુનિયર એન્જી. બી. બી. વાળા તેમજ એમ. એમ. સાવલિયા, લાઈન ઈન્સ. એ. આર. ચાવડા તેમજ ટેકનીકલ સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં અધિકારીઓએ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે ટેકનિકલ ક્ષેત્રમાં ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે સહુને પુરસ્કૃત કરેલ હતા. જ્યારે એપ્રેન્ટીસ પૂર્ણ કરતાં તાલીમાર્થીઓએ પણ પોતાને આખાં વર્ષ દરમિયાન ઓફિસ તરફથી મળેલા શ્રેષ્ઠ માર્ગદર્શન તેમજ પ્રેમ બદલ સહુ અધિકારીઓ તેમજ વીજ કચેરીના તમામ સ્ટાફનું આભારદર્શન કરેલ હતું.