પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝનનાં કુંકાવાવ સ્ટેશન પર મુસાફરો માટે રેલ ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. આ આરક્ષણ કેન્દ્ર બે શિફટમાં તથા રવિવારનાં પણ રોજ ખુલ્લુ રાખવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી પ્રથમ શિફટમાં સવારે ૮ કલાકથી ૧૧ઃ૩૦ કલાક સુધી અને બીજી શિફટમાં ૧૬ કલાકથી ૧૮ઃ૩૦ કલાક સુધી ખુલ્લુ રહેશે તથા રવિવારે રિઝર્વેશન સેન્ટર સવારે ૮ઃ૦૦ થી ૧૧ઃ૩૦ વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. ડિવીઝનલ રેલ્વે મેનેજર રવિશકુમારે મુસાફરોને ઉપરોકત રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરેલ છે.