પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની સુચનાથી ચેતન શિયાળ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા સાથે સંકલન કરી નાજાપુર ગામના યુવા આગેવાન કૌશીક પાનસુરીયાની કુંકાવાવ વડીયા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની વરણીને ભાજપના કાર્યકરોએ આવકારી છે. ઉપપ્રમુખ બનવા બદલ લોકોએ કૌશીક પાનસુરીયાને શુભેચ્છાઓ પાઠવી છે.