ગોંડલ તાલુકાના ખંભાળીયા ગામે રહેતા અને મિસ્ત્રીકામ કરતાં જગદીશભાઈ ઠાકરશીભાઈ જોટાણીયા (ઉ.વ.૩૮)એ કુંકાવાવ-વડીયાના વાવડી (રોડ) રહેતા સંજયભાઈ ગોબરભાઈ ઠુમ્મર તથા રસીકભાઈ ગોબરભાઈ ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, બંને આરોપીઓ વાવડી (રોડ) પર ૫,૩૮,૫૦૦ રૂપિયા કિંમતની ખેતીની જમીન પર અનઅધિકૃત રીતે કબ્જો કરી પચાવી પાડીને તેમાં ખેતીનો પાક લઈ આર્થિક લાભ મેળવ્યો હતો.
અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.