કુંકાવાવ મોટી મુકામે બાલનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તુલસી વિવાહ કાર્યક્રમના દાતા તરીકે કિર્તીભાઇ જાષી રહ્યા હતા. તુલસી વિવાહમાં જાન પક્ષે મોટી હવેલીના મુખ્યાજી કમલ પાંડે રહ્યા હતા. તુલસી વિવાહ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, તાલુકા પ્રમુખ ઉર્વિબેન સોરઠીયા, વસંતભાઇ મોવલીયા, મનસુખભાઇ ગોંડલીયા, અરવિંદભાઇ સોની, સરપંચ સુભાષભાઇ સુખડીયા વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં કુંકાવાવના અંકિતાબેન મહેતા, તૃપ્તિબેન ગજેરાએ જીપીએસસીની પરીક્ષા પાસ કરેલ હોય, તેમજ ભારતીબેન લાખાણી પોલીસ વિભાગમાં પસંદ થયેલ હોય અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારનું વસંતભાઇ મોવલીયા દ્વારા સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.