કુંકાવાવ પાસે આવેલા હિન્દવાપીર આશ્રમ અને ભક્તિરામ ગૌશાળાના ઉપક્રમે ૧રમા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવમાં ર૬ યુગલો લગ્નગ્રંથીથી બંધાયા હતા.દાતાઓના સહયોગથી યોજાયેલા સમુહલગ્નમાં સ્વયંસેવકો તેમજ અનુયાયીએ ખડેપગે સેવા બજાવી હતી. સમુહલગ્નમાં જાડાયેલી દિકરીઓને કરિયાવર આપી વિદાય કરી હતી.