કુંકાવાવ તાલુકાના અમરાપુરથી કુંકાવાવ ગામ વચ્ચેના ટ્રક રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ ઘટનામાં અમરેલી ગામના રહેવાસી, અરીશભાઈ કટારીયા (ઉ.વ.રર)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેમની સાથે રહેલા અન્ય યુવાન, ૨૨ વર્ષીય વિજયભાઈ ઝાફડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે વિજયભાઈને તાત્કાલિક કુંકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલતને જોતા, વધુ સારવાર માટે તેમને કુંકાવાવ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે કુંકાવાવ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.