અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને વરસાદથી નુકસાન પામેલા રોડના રીકાર્પેટ કરવાના કામ ઝડપથી હાથ ધરાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના નાજાપુર એપ્રોચ રોડ ૨(બે) કિલોમીટર રસ્તાના રીસરફેસના કામ માટે રૂ. ૭૦ લાખની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના આ મુખ્ય રસ્તાનું રીકાર્પેટ કામ ટૂંક સમયમાં હાથ ધરાશે. રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિકભાઈ વેકરીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.