અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે. આ દિશામાં વધુ એક મહત્વનો નિર્ણય લેતા, કુંકાવાવ તાલુકાના સનાળી-તરઘરી માર્ગના નવીનીકરણ માટે રૂ. ૧.૭૫ કરોડ (૧૭૫ લાખ) ના ખર્ચે રિસર્ફેસીંગ કામગીરીને વહીવટી મંજૂરી અપાવવામાં આવી છે.સનાળી-તરઘરી (નોનપ્લાન) રોડના કુલ ૪ કિલોમીટરના અંતરમાં અત્યાધુનિક રિસર્ફેસીંગ કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં માત્ર રોડ જ નહીં, પરંતુ રસ્તાને આનુષાંગિક અન્ય જરૂરી મજબૂતીકરણની કામગીરીનો પણ સમાવેશ કરાયો છે.મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. આ રસ્તાની બિસ્માર હાલત સુધરતા ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત થશે અને સ્થાનિક પરિવહનમાં આમૂલ પરિવર્તન આવશે. વિકાસલક્ષી આ નિર્ણયને પગલે કુંકાવાવ પંથકના ગ્રામજનો અને આગેવાનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે અને તેઓએ મંત્રીનો આભાર માન્યો છે. આ કામગીરીથી સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.