અમરેલી જિલ્લામાં મતદાનના દિવસે મહિલા અને પુરૂષો તેમજ યુવાનોએ હોંશે હોંશે મતદાન કર્યુ હતું અને પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. ત્યારે તેમાં પાકટ લોકો પણ બાકાત નથી અને મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. જેમાં અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સનાળા ગામના વૃદ્ધ મનજીબાપા વસાણીએ ૧૦૭ વર્ષની ઉંમરે પણ મતદાન કરી અને લોકશાહીને મજબુત કરવા પોતાનું યોગદાન આપ્યું હતું.