એલજીએફઆઈ દ્વારા આયોજિત નેટબોલ સ્પર્ધામાં કુંકાવાવના લુણીધાર ગામની એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાના ખેલાડીઓએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. આ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતની ટીમમાં સ્થાન પામીને રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે જશે, આ સ્પર્ધામાં ૩ ભાઈઓની પસંદગી થઇ છે. આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પાઠક, કેમ્પસ ડિરેક્ટર
મેહુલભાઈ પાઠક, આચાર્ય તુષારભાઈ પાઠક અને સ્પોટ્ર્સ ટ્રેનર મનીષભાઈ, શાળા પરિવારે તમામ ખેલાડીઓને દેશમાં શાળાનું ગૌરવ વધારવા માટે અભિનંદન પાઠવ્યા હતા.









































