અમરેલી જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
જે બાબતને ગંભીરતાથી હાથ પર લઈને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. જે અંતર્ગત મુખ્યમંત્રીએ આ વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક આવા કામો મંજૂર કરતા કુંકાવાવ તાલુકાના કુલ ૨૦ ગામોના કામને જોબ નંબર ફાળવી કુલ રૂપિયા ૧૨.૦૫ કરોડના કામોને મંજૂરી આપી છે.
આ કામોમાં કુંકાવાવ તાલુકાના વાઢિયા, ઢુંઢિયા પીપળિયા રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેક્શન વોલ – ૫૦ મીટરનું કામ રૂપિયા ૬૦ લાખના ખર્ચે બનશે. રામપુર સરધારપુર રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેકશન વોલ – ૧૦૦ મીટરનું કામ રૂપિયા ૧૧૦ લાખના ખર્ચે, ખાનખીજડિયા ઢુંઢિયા પીપળિયા રોડ પરના માઇનર બ્રિજનું કામ રૂપિયા ૧૫૦ લાખના ખર્ચ, ઉજળા, તાલાળી, સનાળી રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેક્શન વોલ – ૧૦૦ મીટરનું કામ રૂપિયા ૮૫ લાખના ખર્ચે, લુણીધાર, જીથુડી રોડ પરના માઇનર બ્રિજનું કામ રૂપિયા ૮૫ લાખના ખર્ચે, લાખાપાદર બાંભણિયા રોડ પરના માઇનર બ્રીજનું કામ રૂપિયા ૨૫ લાખના ખર્ચે, વાવડી તાલાળી રોડ પરના માઇનર બ્રિજનું કામ રૂપિયા ૫૫ લાખના ખર્ચે, મોરવાડા ખડખડ રોડ પરના એચ.પી.ડ્રેઇન ટૂ બ્રિજનું કામ રૂપિયા ૩૦ લાખના ખર્ચે, તોરીચુડા રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેકશન વોલ – ૧૫૦ મીટરનું કામ રૂપિયા ૬૫ લાખના ખર્ચે, લુણીધાર ગામે મારૂતિનગર જવાના રસ્તે પુલ પરના સ્લેબ ડ્રેઇનનું કામ રૂપિયા ૭૦ લાખના ખર્ચે, કુંકાવાવ- નાજાપુર રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૧૯૦ લાખના ખર્ચે, ખાન ખીજડિયા- મોરવાડા રોડ પર કોઝવે ટૂ બ્રિજનું કામ રૂપિયા ૧૪૦ લાખના ખર્ચે, ખાખરિયા ભુખલી સાથળી રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૩૦ લાખના ખર્ચે, બાટવાદેવળી બરવાળા બાવળ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૮ લાખના ખર્ચે, હનુમાન ખીજડિયા ગામે પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૨૫ લાખના ખર્ચે, નાજાપુર એપ્રોચ રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૧૦ લાખના ખર્ચે, ચૌકીથી ઉજળા પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૧૪ લાખના ખર્ચે, હનુમાન ખીજડિયા ચારણસમઢિયાળા રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૨૦ લાખના ખર્ચે, વડિયા- ઢોળવા રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા ૮ લાખના ખર્ચે, નાજાપુર ગામથી પીઠડિયા રોડ પર બેઠો પુલના કોઝવે ટૂ બ્રિજનું કામ રૂપિયા ૨૫ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે. કુંકાવાવ તાલુકામાં વિકાસના કામો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે.