કુંકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે રોડ, બ્લોક રોડ, સીસી રોડ અને ગટરના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને વિધાનસભાના ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ પ્રમુખ પરસોતમભાઈ હીરપરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મનોજભાઈ હપાણી, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, ચેરમેન તાલુકા ભાજપ તુષારભાઈ ગણાત્રા, હાઈસ્કૂલના આચાર્ય સાંગાણીભાઇ, ગામના સરપંચ જે.ડી. ગુજરીયા, કિસાન એકતા સમિતિના તાલુકા પ્રમુખ કનુભાઈ ડાંગર, મહિલા મોરચાના જિલ્લા મંત્રી રમાબેન હીરપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.