રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં નવરાત્રિના સમાપન બાદ કુંકાવાવ ખાતે તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ જોષી, તાલુકા કાર્યવાહ સંજયભાઈ નિમાવત અને અમરેલી જિલ્લા સહ કાર્યવાહ દિલીપભાઈ સોલંકી, કુંકાવાવના સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી, પરશોતમભાઈ આસોદરીયા, મયુરભાઈ સાનિયા, ભરત બાપુ ગોંડલિયા તેમજ કુંકાવાવ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકરોની ઉપસ્થિતિ રહેલ હતી.