આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડિયાના મોટી કુંકાવાવ આંગણવાડી કેન્દ્રો ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઈસીડીએસ વિભાગ દ્વારા અતિ કુપોષિત બાળકોને ન્યુટ્રીશન કિટનું વિતરણ, રંગોળી, વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે આવનારને અધિકારી દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ન્યુટ્રીગાર્ડન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા અને બાળવિકાસના પ્રિતિબેન સોનરાત, કોકીલાબેન ડાભી, તમામ આંગણવાડી કાર્યકર બહેનો સહિત પદાધિકારી, મામલતદાર અને ટીડીઓ ઉપસ્થિત રહ્યા હતા.