કુંકાવાવ ખાતે યોજાયેલ આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જેમાં ૪૪ ડિગ્રી જેવા તાપમાનમાં પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને અને અન્ય જરૂરી કામો પડતા મૂકીને યોજનાઓનો લાભ લેવા આવેલા અનેક અરજદારો કામ ન થતા નિરાશ થઇને પરત ફર્યા હતા. કોમ્પ્યુટરોમાં સવારથી જ સર્વર ડાઉન હોવાથી લોકોના મોટાભાગના કામો થયા નહોતા. બપોરે ૧ વાગ્યા સુધીમાં અધિકારીઓ પણ જતા રહેતા લોકોમાં રોષ જાવા મળ્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત એક સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ જેવી કામગીરી થઇ જશે તેવી જાહેરાતને પગલે સવારથી જ લોકોની લાંબી લાઇન લાગી હતી. પરંતુ ધોમધખતા તાપમાં શેકાવા છતાં લોકોને કોઇ પરિણામ મળ્યું નહોતું. આ રીતે સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો થતો જાવા મળ્યો હતો.