કુંકાવાવમાં ભુરખીયા હનુમાન મંદિર ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કિશોરગીરી ગોસાઇના પિતા અને વડિયાના પત્રકાર જીતેશગીરી ગોસાઇના કાકાનો ભંડારા પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં અમરાપુર ધાનાણી ગીરનારી આશ્રમના મહંત વસંતગીરીબાપુ, રમેશપ્રગટબાપુ, હરેશપ્રગટબાપુ, મુન્નાબાપુ લુણકી, નટવરગીરીબાપુ, પૂર્વમંત્રી બાવકુભાઇ ઉંધાડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભાનું સંચાલન દશનામ સમાજના આગેવાન અતુલપુરી ગોસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.