અમરેલીના કુંકાવાવ તાલુકાના સનાળા ગામના વતની જસ્મિન કાલેણાની ભારતીય આર્મીમાં પસંદગી થતા ગામ અને પરિવારમાં હર્ષનો માહોલ છે. દિનેશભાઈ અને રીનાબેન કાલેણાના સુપુત્ર જસ્મિનભાઈએ બેંગલુરુ ખાતે પોતાની તાલીમ પૂર્ણ કરી છે. તાલીમ બાદ જસ્મિનભાઈ વતન પરત ફરતા, ભગીરથ યંગ ગ્રુપ અને સગર સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલીના શિવાજી ચોક, જેસીંગપરાથી તેમના નિવાસ સ્થાન અંબિકાનગર સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પરિવારજનો અને સમાજ અગ્રણીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.જસ્મિનભાઈને રાજસ્થાનના બિકાનેર ખાતે પોસ્ટિંગ મળ્યું છે. આર્મી સર્વિસ કોર (છજીઝ્ર)નો ભાગ બનીને તેઓ દેશસેવા કરશે, જેનું ધ્યેય વાક્ય “સેવા અસ્માકં ધર્મઃ” એટલે કે “સેવા એ અમારું કર્તવ્ય છે.” સનાળા ગામના વડીલો અને સમાજના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકોએ જસ્મિનભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.







































