કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે રામજી મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સરહદ પર તૈનાત જવાનો માટે યોજાયો હતો. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દેશના સૈનિકોને લોહીની અછત ન સર્જાય તે હેતુથી લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને લુણીધાર ગામના સ્વર્ગસ્થ શંભુભાઈ કરસનભાઈ સરધારાની ઉત્તરક્રિયા નિમિત્તે ભીમજીભાઈ સરધારા દ્વારા આ રક્તદાન શિબિર યોજાઈ હતી. આ આયોજનમાં ગીરગંગા ટ્રસ્ટના રમેશભાઈ ધાનાણી અને લુણીધાર ગ્રામ પંચાયતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. કેમ્પમાં ૨૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ દરમિયાન જવાનોને લોહીની જરૂરિયાત પૂરી પાડવાનો હતો.