કુંકાવાવ તાલુકાના શ્રી દેવગામ પે સેન્ટર શાળામાં ધોરણ-૭ ના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, શાળાના આચાર્ય મુકેશભાઈ, શિક્ષક સ્ટાફ, જીસ્ઝ્ર અધ્યક્ષ સંજયભાઈ વાળા, એસ.એમ.સી. ટીમ, દીપકભાઈ જેબલીયા, એ.આઈ.એફ.ના કોર્ડિનેટર કૌશિક ત્રિવેદી અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરતભાઈ દેસાઈનો શાળા પરિવાર અને એસ.એમ.સી.ના અધ્યક્ષ સંજયભાઈ વાળાએ આભાર વ્યક્ત કર્યો હતો, તેઓ બાળકોને ટેકનોલોજી દ્વારા ભણાવવા માટે આગળ વધવા સહાયરૂપ થયા હતા.