કુંકાવાવ તાલુકાના દેવગામ પે.સેન્ટર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શેખ, લાયઝન અધિકારી કોરાટ, ભાવેશભાઈ શિરોયા, સરપંચ પ્રભાતભાઈ લાવડીયા, ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસી અધ્યક્ષ ભરતભાઈ પદમાણી, એસએમસી સભ્યો, પુનાબાપા પાનશેરીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































